મૂળ પાપ વિષે ઇસ્લામનો મંતવ્ય શું છે?

માનવીઓને જે અલ્લાહએ સબક શીખવાડ્યો છે, કે અલ્લાહ એ માનવીઓના પિતા આદમની તૌબા કબૂલ કરી એક હરામ વૃક્ષને ખાવા પર, જે માનવીઓ માટે અલ્લાહની માફીનો પહેલો કિસ્સો છે, આદમ દ્વારા વરસામાં મળેલી ભૂલ વિષે ઈસાઈઓનો અકીદો અર્થહીન છે, કે કોઈ ભાર ઉઠાવવા વાળો બીજાનો ભાર નહીં ઉઠાવે, બીજા શબ્દોમાં, દરેક વ્યક્તિ પોતે જ પોતાની ભૂલોનો જવાબદાર છે; આ પાલનહારની કૃપા છે કે માનવી શુદ્ધ અને ગુનાહોથી પવિત્ર જન્મે છે, અને પોતાની જયારે પુખ્તવય (તરુણાવસ્થા) નો થાય છે ત્યારે જ પોતાના કાર્યોનો જવાબદાર બને છે.

અને કોઈ વ્યક્તિથી તે ગુનાહો વિષે સવાલ કરવમાં નહીં આવે, જે તેણે કર્યા ન હોઈ, અને એવી જ રીતે તે પોતાના ઈમાન અને સત્કાર્યો વગર નજાત મેળવી શકશે નહીં, અલ્લાહ એ માનવીને જીવન આપ્યું અને તેનું પરીક્ષણ કરવાનો ઈરાદો કર્યો, અને તેને પોતાના કાર્યોનો સંપૂણ જવાબદાર ઠેરાવ્યો.

અલ્લાહ તઆલા એ કહ્યું:

"...અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવે, પછી સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે"[૧૭૬]. (અઝ્ ઝુમર: ૭).

વધુ એ કે જુના કરારમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો:

"પિતાને તેની સંતાનના બદલામાં કતલ કરવામાં નહી આવે અને ન તો સંતાનને તેના પિતાનાં બદલામાં, દરેક વ્યક્તિને તેના ગુનાહો (પાપો) ની સજા આપવામાં આવે છે"[૧૭૭]. (સિફ્રુત્ તષ્નિયહ: ૧૬: ૨૪).

જેમકે માફી ન્યાય સાથે સંમતી ધરાવતી નથી, એવી જ રીતે ન્યાય, માફી અને કૃપા ને રોકવાવાળું નથી.

PDF

Wait a moment

AI Chatbot
Offline